હે પ્રભુ ...
હે પરમાત્મા...
હે ગુરુદેવ...
મારા સર્વે વિચારો...
મારી સર્વે ઉર્મીઓ...
મારા ઉરનું અણુએ અણુમાં તારા મય હો ...
મારું જીવન તારા જગતની સેવા માટે હોય ...
હું જે કંઈ પણ ઈચ્છું તે આપવામાં મારું અકલ્યાણ
રહેલું હોય તો તે ન આપીશ અને જે આપવામાં
મારું કલ્યાણ રહેલું હોય તે મારા ન માંગવા છતાં તું
મને આપીશ...
મારા જીવનમાં તું જે કાંઈ સંજોગો નિર્માણ કરીશ...
એ સુખના હોય કે દુઃખના...
લાભના હોય કે હાનીના...
કે પછી જીવનના કે મૃત્યુના...
એ બધા સંજોગો મારા જીવનના કલ્યાણ અર્થે
સર્જ્યા છે...
એવી શ્રદ્ધા અખંડ રહો...
હે પરમાત્મા....
મને અનંતને માર્ગે ચાલવા બળ આપ...
JAY MAA BHARTI...

No comments:
Post a Comment