Friday, May 25, 2012

પળ એજ પરમાત્મા છે....


પળ એજ પરમાત્મા છે....
પળ ની સાથે રહીએ....
હમેશા પળમાં રહીએ...
જીવનમાં આ પળ સીવાય બીજી કોઈ પળ નથી....
જે કંઈ બનવાનું છે તે આજ ક્ષણે પળે બનશે.
તો શું કામ ચિંતા કરે છે .
જયારે પરિસ્થિતિ આપણને કાર્ય કરવા પ્રેરે
ત્યારે કાર્ય કરીએ.
મન એ સત્ય નથી.જયારે મન ન હોય ત્યારે જ
સત્યની નજીક હોઈએ છીએ.
મન સાથેનો મેળ જ અસત્ય છે માટે જ મનને મન
વગરનું કરવા આપણા શાસ્ત્રોએ આપણને પ્રેરણા
આપી છે.
બાહ્ય કે આંતરિક સબંધો માયાની ઝાળ છે, મનનો
ખેલ છે. કોણ મારૂ છે ?
આજ દિવસ સુધી કોઈ કોઈનું થઇ શક્યું છે ?
માટે નિર્વિચાર-નિર્મળ થઇ આપણે આપણા અંત:
મનથી નીરખવાનું છે ત્યાં આપણને સત્ય મળશે,
સત્ય સમજાશે અને આત્માના ઊંડાણમાં જવાથી
જ આત્મિક શાંતિ અનુભવાશે..........

No comments:

Post a Comment