આજના આ
સમયમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોએ આપણા નાના બાળકો અને યુવાનોમાં ખરાબ વિચાર અને
સંસ્કારોનું સિંચન કરીને આપણી ભારતીય સંસ્કૃતિની દશા બગાડી નાખેલ છે ત્યારે આવા ખરાબ
સંસ્કારો ઉપર કાબુ મેળવવા અને સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવા એક માત્ર
માતામાં ભગવાને વિપુલ પ્રમાણમાં શક્તિઓ આપેલ છે તેનો આપણે જો યોગ્ય ઉપયોગ કરી શકીએ
તો તેની અસર સારા પ્રમાણમાં મળી શકે છે.
આ માટે હું ,
માતાઓ ગર્ભાધાનના સમયથી આવા સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકે તેનો આપને આપણા
પવિત્ર ગ્રંથ ગીતાજીના આધારે આપને જીવ શું છે ? અને આ જીવમાં વૃતિઓ કેવી રીતે અને
ક્યાંથી આવે છે તે બાબત ઉપર ધ્યાન દોરીશ.
‘અનેક
જન્મો નાં અંતે મનુષ્ય જન્મ આપણને મળે છે પણ સર્વે જગ્યાએ વાસુદેવ છે તેવું માનનાર જ્ઞાની મહાત્માં મળવો દુર્લભ છે’ – ૭/૧૯
આપણને અનેક જન્મોના જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે પણ મનુષ્ય અવતાર મળ્યા પછી દરેક જગ્યાએ વાસુદેવ છે તેવું માનતા નથી. આપણા ગયા જન્મોના સારા કર્મોને લીધેજ આ જન્મ આપણને મનુષ્યનો શ્રેષ્ઠ જન્મ મળેલ છે જેથી આ જન્મમાં આપણે સારા કર્મો કરીને આપણો આવતો જન્મ સુધારવાની તક અને મોકો આપણને મળેલ છે તે તક ઝડપી લેવી જોઈએ આપણા તમામ કર્મો યજ્ઞ રૂપી ગણીને આપણું કર્તવ્ય સમજીને કર્મ ભગવાનનું છે તેમ સમજી કરવું જોઈએ. આપણા કર્મ અને સંગ જ આપણને સારી અને ખરાબ યોની તરફ લઇ જાય છે.

‘અંતકાળે
જે જીવ મારૂ સ્મરણ કરતો શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં ક્યાંય
પણ શંકાને સ્થાન નથી’
– ૮/૫
આઠમાં અધ્યાયના પાંચમાં શ્લોકમા ભગવાન ઉપરોક્ત વાત કરતાં કહે છે કે માણસના અંત સમયે જે જીવ મારા નામનું સ્મરણ કરતાં પોતાનું શરીર છોડે છે તે મારા સ્વરૂપને નિશ્ચિત પામે છે તેમાં ક્યાંય પણ શંકા રાખવી નહિ આ મનુષ્ય અવતાર આપણને હવે પછી જન્મ સુધારવા માટે મળેલ છે તે એક કર્મયોની છે અને તે સિવાયની તમામ યોનીઓ ભોગયોનીઓ છે ભગવાને કેટલી ઉદારતા રાખી છે કે ગામે તેવો દુરાચારી ,પાપયોનીના જન્મ વાળો કે અન્ય કોઈ પણ કે જે મનુષ્ય કર્મ કરતો હોય તે પણ મારા નામનું સ્મરણ અંત સમયે કરી લે તો મારા સ્વરૂપને પામે છે .પણ દુઃખ એ વાતનું છે કે મનુષ્ય આ પણ કરી શકતો નથી કારણકે પોતાનાં જીવન પર્યત જે જે કર્મો કરેલા હોય તે વૃતિઓને અધીન કરેલા હોય છે અને તે અંત સમયે ભગવાનનું નામ લેવા માટે સમર્થ રહેતો નથી અને તેને કરેલા કર્મો અનુસારની યોનીમાં તેની જીવ ચાલ્યો જાય છે અને પાપયોની તરફ મુકવો પડ્યો. આટલી મોટી ઉદારતા ભગવાન આપણા માટે રાખે છે તેનું કારણ એ છે કે તેનું હવે પછીનું જીવન પણ તેની વૃતિ અનુસાર રહેશે અને તે પછીનો જન્મ સુધારી શકતો નથી.

આપણે એ પણ
જાણતા નથી કે આપણો અંત સમય ક્યારે આવશે ? દરેક વૃદ્ધ થશે ત્યારે અંત સમય આવશે
તેવું આપણું માનવું ભૂલભરેલું છે વૃદ્ધાવસ્થામાં આંખોની દ્રષ્ટી નહિ હોય,કાનની
શ્રાવણ શક્તિઓ નહિ હોય અને કોઈ પણ રોગથી આપણું શરીર પીડામાં હશે ત્યારે ભગવાનના
નામનું સ્મરણ કરવું અતિ દુષ્કર છે અને લગભગ અશક્ય છે. કોઈનો અકાળે અંત આવશે ત્યારે
ભગવાનનું નામ લેવાનો મોકો મળતો નથી.
આમ મરણાસન્ન વ્યક્તિને આઠમો અધ્યાય
સંભળાવવો જોઈએ, તેમના સામે ભગવાનના ફોટોગ્રાફ મુકવા, ભજન કરવા આમ કરતાં પીડા
અનુભવતા જીવનું જો અનાયાસે ધ્યાન તેમાં જય તો પછીનો જન્મ સુધરી જાય છે અને આપણને
એક જીવની ગતિ સુધારવાનું શ્રેય મળે છે.
આગળ અર્જુન ભગવાનને પૂછે છે કે ‘ જે જીવ ભગવાનના નામનું
સ્મરણ કરતો નથી તેવા જીવની ગાતો કેવી થાય છે ? ત્યારે ભગવાન તેને જવાબ આપતા કહે છે
,’ અંત કાળે મનુષ્ય
જેવા ભાવનું સ્મરણ કરતો પોતાનો જીવ છોડી જાય છે તે તેવા ભાવને જ પામે છે , કરણ કે જીન્દગી
આખી તેને આવા ભાવનું સ્મરણ કરેલું હોય છે.’-
૮/૬
આમ અંત કાળે મનુષ્ય મારા નામનું સ્મરણ કરતો
નથી પણ ત્યારે જે ભાવોનું ચિંતન કરે છે તેવા ભાવની યોનીમાં તેનો જીવ ચાલ્યો જાય છે
કેમ કે જીનગી આખી તેને તેવા ભાવનું જ સ્મરણ કરેલું હોય છે આમ અંત કાળે તેને મારૂ નામ
લેવું દુષ્કર છે અને તેના કર્મો અનુસારનો જીવ પ્રાપ્ત કરે છે માણસની વૃતિઓ બદલવી લગભગ
અશક્ય છે તેમ છતાં ભગવાને આટલી છૂટ આપી છે કે આખી જીન્દગી ભલેને દુષ્કર્મ કર્યા હોય
પણ અંત કાળે જો આ જીવ પોતાની વૃતિ બદલવામાં સફળ થાય તો નવો જન્મ સુધરી જાય છે અને ભગવાને
આટલી આપણું જીવન સુધારવાની તક આપી છે.
જે જીવ પોતાનું શરીર છોડીને જાય છે પછી તેને નવો અવતાર મળે છે એ વચ્ચેના સમયગાળામાં તે જીવ પોતાની વૃતિઓ બદલી શકતો નથી અને તેવી સતા પણ આપવામાં આવી નથી.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે. તે નિશ્ચિત
છે.
આટલી ગીતા આધારિત સમજણ મેળવીને ગીતા
અધ્યાય ૭/૧૯ તરફ ધ્યાન કરતાં હવે આપણને મનુષ્ય અવતાર મળશે કે કેમ ? તેના તરફ આપણે
વિચાર નાં કરતાં આપણી ગર્ભવતી માતાઓ એક મનુષ્યને જન્મ આપશે તે નક્કી અને નિર્વિવાદ
હકીકત છે. અગાઉ સમજણ આપ્યા મુજબ ગીતા અધ્યાય ૮/૫ અને ૮/૬ મુજબની વૃતિઓને લઈને
આવેલો જીવ આપણી ગર્ભવતી માતાઓના ઉદરમાં આવેલ છે તે વાત પણ નક્કી જ છે આવા આવેલા
જીવની વૃતિઓ અને કર્મો કેવા છે તે આપણે જાણતા નથી પરંતુ સર્વે કર્મો અને વ્રુતિઓનો
નાશ કરનાર એક જ શક્તિ છે અને તે છે જ્ઞાન અને તે જ્ઞાન આપણે સગર્ભાવસ્થા દરમ્યાન
આપણી માતાઓના ઉદરમાં જ આપી શકીએ છીએ.
જેવું અન્ન તેવો ઓડકાર અને મન તેવા વિચાર આમ સગર્ભા માતાએ પોતાનાં ઉદારમાં આવેલા જીવ માટે અને પ્રથમથી જ આપણા બાળકને જ્ઞાન પ્રદાન કરવા આપણી સગર્ભા માતાઓને સારી જાતનો ખોરાક,ઉતમ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું સારા વક્તાઓના ભાષણો સંભાળવા, માતાએ ક્રોધ ન કરવો તથા સવાર અને સાંજ એક થી બે કિલોમીટર પગે ચાલવું જેથી માતાની ચયાપચયની ક્રિયાઓ એકદમ નિયમિત થતાં આપણા બાળકને પણ આવા પ્રકારનું શુદ્ધ લોહી મળે જેથી તેની તંદુરસ્તી સારી રહે.આપણા બાળકોનો બુધીઆંક આપણે વધારી શકીએ તેમજ આપણા બાળકને સારા સંસ્કારો તેના જન્મ બાદ આપવામાં આપણને તકલીફો ન પડે અને આપનું બાળક સારા વિચારો અન બુદ્ધી લઈને અવતરે જેના લીધે તેનો મનુષ્ય જન્મ સુધરી જાય.
જે જીવ પોતાનું શરીર છોડીને જાય છે પછી તેને નવો અવતાર મળે છે એ વચ્ચેના સમયગાળામાં તે જીવ પોતાની વૃતિઓ બદલી શકતો નથી અને તેવી સતા પણ આપવામાં આવી નથી.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે.
આટલી ગીતા આધારિત સમજણ મેળવીને ગીતા
અધ્યાય ૭/૧૯ તરફ ધ્યાન કરતાં હવે આપણને મનુષ્ય અવતાર મળશે કે કેમ ? તેના તરફ આપણે
વિચાર નાં કરતાં આપણી ગર્ભવતી માતાઓ એક મનુષ્યને જન્મ આપશે તે નક્કી અને નિર્વિવાદ
હકીકત છે. અગાઉ સમજણ આપ્યા મુજબ ગીતા અધ્યાય ૮/૫ અને ૮/૬ મુજબની વૃતિઓને લઈને
આવેલો જીવ આપણી ગર્ભવતી માતાઓના ઉદરમાં આવેલ છે તે વાત પણ નક્કી જ છે આવા આવેલા
જીવની વૃતિઓ અને કર્મો કેવા છે તે આપણે જાણતા નથી પરંતુ સર્વે કર્મો અને વ્રુતિઓનો
નાશ કરનાર એક જ શક્તિ છે અને તે છે જ્ઞાન અને તે જ્ઞાન આપણે સગર્ભાવસ્થા દરમ્યાન
આપણી માતાઓના ઉદરમાં જ આપી શકીએ છીએ.જેવું અન્ન તેવો ઓડકાર અને મન તેવા વિચાર આમ સગર્ભા માતાએ પોતાનાં ઉદારમાં આવેલા જીવ માટે અને પ્રથમથી જ આપણા બાળકને જ્ઞાન પ્રદાન કરવા આપણી સગર્ભા માતાઓને સારી જાતનો ખોરાક,ઉતમ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું સારા વક્તાઓના ભાષણો સંભાળવા, માતાએ ક્રોધ ન કરવો તથા સવાર અને સાંજ એક થી બે કિલોમીટર પગે ચાલવું જેથી માતાની ચયાપચયની ક્રિયાઓ એકદમ નિયમિત થતાં આપણા બાળકને પણ આવા પ્રકારનું શુદ્ધ લોહી મળે જેથી તેની તંદુરસ્તી સારી રહે.આપણા બાળકોનો બુધીઆંક આપણે વધારી શકીએ તેમજ આપણા બાળકને સારા સંસ્કારો તેના જન્મ બાદ આપવામાં આપણને તકલીફો ન પડે અને આપનું બાળક સારા વિચારો અન બુદ્ધી લઈને અવતરે જેના લીધે તેનો મનુષ્ય જન્મ સુધરી જાય.
આપણા જીવનમાં
વિચારોનું મહત્વ વધુ છે અને આપણા મનમાં આવેલા તમામ વિચારોની અસર આપણા સમગ્ર શરીર
પર પડે છે જેમ કે ગુસ્સે થયેલા વ્યક્તિના કે ખુશીમાં હોય તેવા વ્યક્તિના મુખ ઉપરથી
આપણે તેના વિચારો જાણી જઈએ છીએ.તો આપણા વિચારો આપણા મન અને શરીર ઉપર આટલા અસર
કરતાં હોય તો ગર્ભસ્થ શિશુ ઉપર આના કરતાં પણ વધારે અસર કરે છે . તે ખુબ જ અગત્યની
બાબત છે અને દરેક માતાઓએ પોતાનાં વિચારો ઉમદા પ્રકારના રહે તેનું ધ્યાન રાખવું.
જન્મની સાથે આવા પ્રકારના જ્ઞાનનું
પ્રદાન ફક્ત માતૃશક્તિ જ કરી શકે છે. આમ આગલા જન્મની ગમેતેવી વૃતિઓ લઈને આપણું
બાળક આવે પણ તેને સારી દિશાઓ આપવાનું સાધન જ્ઞાન
સીવાય કંઈ પણ નથી અને આવું આપેલું જ્ઞાન તેના જીવનમાં જરૂર નવી દિશાઓ આપશે
તેમાં ક્યાંય પણ સંકાને સ્થાન નથી અને એક જ્ઞાની અને સંત પ્રકારના ઈશ્વરીય બાળકની
ભેટ આપણે જરૂરથી સંસારને આપી શકીશું....
...........અસ્તુ

No comments:
Post a Comment