થઇ
ગઈ છે અહીં અનેક બીમારી
જ્યારથી
મળી છે આ દેશ ને આઝાદી
ભૂખમરો,લાચારી,ગરીબી
ને બેકારી
સમસ્યાની
લાંબી બને હજી તો યાદી
ભ્રસ્ટાચારનો
પર્યાય થયો ભ્રસ્ટ અધિકારી
તો
જ કામ થાય જો આપો તમે પ્રસાદી
જો
ન હોય સુરક્ષિત નર અને નારી
તો
પછી શું મેળવ્યું લઈને આ આઝાદી
આવા
ભારતની ન હતી કદી આશા મારી
કહીને
રડે સ્વર્ગમાં સરદાર, સુભાષ ને ગાંધી
લોકો
રાખે જો દેશ પ્રેમની ખુમારી
તો
પાન રોકી શકાય આ દેશ ની બરબાદી
આગળ
વધે જો લોકો સમજી વિચારી
તો
ગણી રીત છે પ્રગતિની સાવ સાદી............




No comments:
Post a Comment