માતાપિતાની છત્રછાયા
માતાપિતાની છત્રછાયા
હયાત માતાપિતાની છત્રછાયામાં
વહાલપનનાં બે બોલ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બીડાઈ ગયા પછી
ગંગાજળ મુકીને શું કરશો
અંતરના આર્શીવાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો
હયાત નહિ હોય ત્યારે નાત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો
કાળની થપાટ વાગશે અલવિદા એ થઇ જશે
પ્રેમાળ હાથ તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય એ વાત્સલ્ય લ્હાવો નહિ મળે
પછી દીવાન ખંડ માં દીવો મુકીને શું કરશો
માતાપિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ નાં ફરશો
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં
પછી કિનારે છીપલા વીણીને શું કરશો
હયાતી હોય ત્યારે હૈયું તેનું ઠારજો
પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહમાં
અસ્થિને ગંગાને પધરાવીને શું કરશો
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો
માતૃદેવો ભવ પિતૃદેવોભવ સનાતન સત્ય છે તો
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો
પૈસા ખર્ચતા સઘળું મળશે માબાપ મળશે નહિ
ગયો સમય નહિ આવે લાખો કમાઈને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કેહનાર નહિ મળે
હર પલમે ખુશી દેતી હૈ માં
અપની જીંદગી સે જીવન દેતી હૈ માં
ભગવાન ક્યા હૈ માં કી પૂજા કરો જનાબ ક્યુંકી
ભગવાન કો ભી જનમ દેતી હૈ માં.....
No comments:
Post a Comment