Friday, June 15, 2012

ન થાય તો વાંધો નહિ... પણ


૨૧મી સદીનાં વહાલા બાળકો
સવારે દુધ ના પીવાય તો વાંધો નહિ
પણ ચા તો ન જ પીવાય ,
શાળાએ વહેલું ન જવાય તો વાંધો નહિ
પણ મોડું તો ન જ જવાય
શાળાની પ્રાર્થના ન આવડે તો વાંધો નહિ
પણ પ્રાર્થનામાં વાતો તો ન જ કરાય
શાળાએથી વહેલું ન છુટાય તો વાંધો નહિ
પણ ઘેર મોડા તો ન જ જવાય
ટીવી ની ફિલ્મો ન જોવાય તો વાંધો નહિ
પણ લેશન કરવાનું ન જ ભુલાય
મિત્રને ઘેર ન જવાય તો વાંધો નહિ
પણ રમવાની રમતો ન જ ભુલાય
વહેલા ન સુવાય તો વાંધો નહિ
પણ સુતા પહેલા ભગવાનને ન જ ભુલાય
જય શ્રી કૃષ્ણ.......

No comments:

Post a Comment