માણસને ક્યાં સમજે છે માણસ
ફક્ત અહંકારમાં ફરે છે માણસ
ખબર તો છે ખીસ્સુ નથી કફનમાં
તોય કેટલું ભેગું કરે છે માણસ
મળ્યો જ્યાં મોકો ભેગું કરી લીધું હજમ
ખાવાનું ન હોય ને ચરે છે માણસ
મળે રોટી કપડા મકાન તો ઘણું
સંતોષને ક્યાં અનુસરે છે માણસ
અંત આવશે એક દી દોડા દોડીનો
દર્દ દિલ મોતથી ડરે છે માણસ........
સુંદર!
ReplyDelete