Friday, June 15, 2012

સુખ પતંગિયા જેવું છે


સુખ પતંગિયા જેવું છે
જેમ તેની પાછળ દોડો તેમ વધુ ભટકાવે છે
પણ
જો તમારૂ ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો એ
આવીને હળવેથી તમારા ખંભા પર બેસી જશે...

માણસને ક્યાં સમજે છે માણસ


માણસને ક્યાં સમજે છે માણસ
ફક્ત અહંકારમાં ફરે છે માણસ
ખબર તો છે ખીસ્સુ નથી કફનમાં
તોય કેટલું ભેગું કરે છે માણસ
મળ્યો જ્યાં મોકો ભેગું કરી લીધું હજમ
ખાવાનું ન હોય ને ચરે છે માણસ
મળે રોટી કપડા મકાન તો ઘણું
સંતોષને ક્યાં અનુસરે છે માણસ
અંત આવશે એક દી દોડા દોડીનો
દર્દ દિલ મોતથી ડરે છે માણસ........

ન થાય તો વાંધો નહિ... પણ


૨૧મી સદીનાં વહાલા બાળકો
સવારે દુધ ના પીવાય તો વાંધો નહિ
પણ ચા તો ન જ પીવાય ,
શાળાએ વહેલું ન જવાય તો વાંધો નહિ
પણ મોડું તો ન જ જવાય
શાળાની પ્રાર્થના ન આવડે તો વાંધો નહિ
પણ પ્રાર્થનામાં વાતો તો ન જ કરાય
શાળાએથી વહેલું ન છુટાય તો વાંધો નહિ
પણ ઘેર મોડા તો ન જ જવાય
ટીવી ની ફિલ્મો ન જોવાય તો વાંધો નહિ
પણ લેશન કરવાનું ન જ ભુલાય
મિત્રને ઘેર ન જવાય તો વાંધો નહિ
પણ રમવાની રમતો ન જ ભુલાય
વહેલા ન સુવાય તો વાંધો નહિ
પણ સુતા પહેલા ભગવાનને ન જ ભુલાય
જય શ્રી કૃષ્ણ.......

Saturday, June 9, 2012

જે માની ગોદમાં છે

જે મસ્તી આંખો માં છે
               તે સુરાલયો માં નથી હોતી
અમીરી કોઈ દિલના ,
                મહાલય માં નથી હોતી
શીતળતા પામવા
                દોટ કાં મુકે છે માનવી
જે માની ગોદમાં છે 
                 તે હિમાલયમાં નથી હોતી....!

Saturday, June 2, 2012

દસ સેકંડની મુસ્કાનથી


દસ સેકંડની મુસ્કાનથી  ફોટો સારો પડી શકે છે
તો
હમેશા મુસ્કુરવાથી જીવન સારું કેમ ન બની શકે ?
સદા પ્રસન્ન રહો.....

માનવી તારે મંદિરે આવે છે ને પૈસો એક ધરાવે છે

માનવી તારે મંદિરે આવે છે ને પૈસો એક ધરાવે છે
પ્રભુ મારું  ભલું કરજો એ એમ કહી મસ્તક નમાવે છે
એક પૈસો ધરાવે છે અને કામ કેટલું કઢાવે છે
કુળ મારા એકોતેર તરજે એમ કહી તેને સમજાવે છે
પંદર પૈસા પાછા લઈને ખોટી પાવલી ફગાવે છે
તારો બનાવેલો માનવી આજે તને બનાવે છે
માનવી એ ઈજ્જત વહેચી, ધર્મ વહેચ્યો વહેચી પોતાની ટેક
પ્રભુ તારા ફોટો વહેચી એને રૂપિયો લીધો એક
માનવી મંદિર વહેચશે,મસ્જીદ વહેચશે બાકી કઈ ન રાખશે
હે ભગવાન ભૂલે ચુકે તું સામે મળ્યો તો
તને પાન વહેચી નાખશે .......
માટે કહું છું કે દુર્જનોને દુર રાખજે
દુર્જનો નાં હાથ તને અભડાવી નાખશે

Friday, June 1, 2012

છે ઈશ્વરની અદભુત રચના


છે ઈશ્વરની અદભુત રચના
          પુણ્યોનું પરિણામ છે
સ્વર્ગથી સુંદર ઘર છે એ જ્યાં
          માતાપિતાનું સ્થાન છે
અડસઠ તીરથ છે જેના ચરણોમાં
          એના જ ચરણોમાં મુક્તિ ધામ છે
વહે છે હૃદય થી મમતાનું ઝરણું
સ્નેહનો વરસાવે વરસાદ છે
શ્યામ,ઘનશ્યામ પાન નામે છે તુજને
          તું ઈશ્વરની અનમોલ સોગાત છે
ધન્ય છે મુજ ખુશનસીબ ને જન્મ દેનાર ઓ માતાપિતા
                        તુજ ચરણે સત્ સત્ પ્રણામ છે .........