Tuesday, May 29, 2012

રામ ....! જીવનના આદર્શ


રામ ....! જીવનના આદર્શ અને
અંત:ની શ્રદ્ધા સાથે
જોડાય...તો...! આરામ...ની
અનુભૂતિ થાય પણ આજે....
હરામ....! પ્રત્યે માણસને વિશેષ
નાતો – ભાઈબંધી છે.
આરામની શોધમા હરામનો
કુસંગ આપણને રામથી
વિમુખ કરે છે
સમય-સંજોગ-શ્રમ વગરનું
જે કઈ મળે કે મેળવીએ એ
અનર્થનું સર્જક છે, ક્ષણિક
ખુશી કે સુખની અનુભૂતિ છે,
અભાસ માત્ર છે મૃગજળ સમું છે .....
આહાર-નિંદ્રા-ભય=મૈથુનની
ખાઈમાં પડ્યા પછી
જીવનની સંધ્યાએ માણસ
થાકીને બોલે છે ...રામ...!
પણ ત્યાં સુધીમાં તો જીવનનું
થઇ જાય છે પૂર્ણ વિરામ...
હે...રામ !

No comments:

Post a Comment